મોરબી હોમિયોપેથીક એસોસિએશન દ્વારા ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે લાઈફ લાઈન ફાઉંડેશન વડોદરા તેમજ નેશનલ એકેડેમી ઓફ આયુષ ના સહયોગથી પ્રાયમરી ટ્રોમા કેર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ .
જેમાં મોરબી જિલ્લાના હોમિયોપેથીક ડોક્ટર ઓ હાજર રહેલ. ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ વિનોદ કૈલા (ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ) , ડૉ પ્રહલાદ ઉઘરેજા (ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ) ડૉ પાર્થ સોરઠીયા (ન્યુરો અને સ્પાઈન સર્જન) ડૉ દિપ ચિખલિયા (એમ ડી ફિઝિશિયન) ડૉ. પૂર્વી રૈયાણી (બાળ રોગ નિષ્ણાંત ) તેમજ ડૉ મયુર જાદવાણી (જનરલ સર્જન) આ બધા ડોક્ટરો દ્વારા પ્રાઇમરી ટ્રોમા કેર બાબતે વિવિધ વિષય ઉપર થીયરી તેમજ પ્રેક્ટીકલ જ્ઞાન પૂરું પાડવામાં આવેલ ત્યારબાદ લાઈફ લાઈન ફાઉંડેશન વડોદરા દ્વારા નોન હોસ્પિટલ સીપીઆર ની સંપૂર્ણ તાલીમ આપવામાં આવેલ.
