મોરબી: મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ મારબીલાનો સીરામીક કારખાનાની સામે રોડ પરથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઈવે રોડ ઉંચી માંડેલ ગામથી આગળ મારબીલાનો સીરામીક કારખાનાની સામે રોડ પરથી આરોપી રવિભાઈ ગોગનભાઈ બડીયાવદરા રહે. ઈશ્વરીયા તા. જામજોધપુર જી. જામનગર વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪- કિં રૂ. ૧૫૦૦ તથા મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-10-DC-7231 વાળુ કિં રૂ.૨૫,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૬,૫૦૦ ના મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૪ કિં રૂ. ૩૪,૨૪૮ નાં મુદામાલ સાથે ત્રણ શખ્સોને મોંરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા...
હળવદની દેવળીયા ચોકડી થી આગળ સુરવદ વાળા રોડ પર આધેડ ગાડી લઈને જતા હોય ત્યારે સાયકલ વાળાને તારવવા જતા ગાડી રોંગ સાઈડમાં લીધેલ હોય ત્યારે એક શખ્સે સામેથી બાઈક લઈને આવતો હોય જેઓએ આધેડને ગાળો બોલતા આધેડે ગાળો બોલવાની ના પાડતાં શખ્સે આધેડને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી...
મોરબી શહેરમાં ટુંક સમય પહેલા રાજકોટ રેન્જ આઇજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવાયું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે ત્યારે મોરબી શહેરમાં અવારનવાર લુંટ, ચોરી, મારામારીની ઘટનાઓ બની રહી છે ત્યારે મોરબી શહેરમાં રહેતા યુવક આંગડીયામાથી રૂપિયા ૮૫૦૦૦ લઇને જતા હોય ત્યારે એક...