મોરબીના કાલીકા પ્લોટમાંથી બીયરનો જથ્થો ઝડપાયો; ચાર આરોપી ફરાર
મોરબી: મોરબીના કાલીકા પ્લોટ ચંદુભાઈ ડીપો વાળી શેરીમાંથી બિયરનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી ચારે શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટ ચંદુભાઈ ડીપો વાળી શેરીમાં આરોપીઓએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ બિયર ટીન નંગ -૧૨૦ કિં રૂ.૧૨૦૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે જપ્ત કરેલ છે જ્યારે આરોપી ચારે ઈસમ ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભુપત જયસુખભાઇ વાઘેલા, અમીતભાઈ મોહનભાઈ ગજરા, ધીરેન દિનેશભાઇ ચાવડા રહે ત્રણે મોરબી વજેપર તથા પરવેઝભાઈ દાઉદભાઈ ચાનીયા રહે. મોરબી કબીરટેકરી શેરી નં -૨ મોરબી વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.