મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના બસ સ્ટેશન પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની ૦૧ પીસ્તોલ અને ૦૮ (આઠ) જીવતા કાર્ટીસ સાથે મોરબી એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડયો છે.
પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી., મોરબી તથા એસ.ઓ.જી. મોરબીના પોલીસ કર્મચારીઓ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરને બાતમી મળેલ કે, હારૂન ખમીશા વાઘેર રહે. મોરબી જુના એસ.ટી.બસ સ્ટેશન પાસે, મચ્છીપીઠ મોરબી વાળો છે તે હાલમાં પોતાની પાસે એક દેશી હાથ બનાવટની પીસ્તોલ અને કાર્ટીઝ પોતાના કબજા રાખી અને હાલમાં જુના બસ સ્ટેશન પાછળની પશ્ચિમ દિશા બાજુની શેરીમાં બેઠો છે અને તેણે શરીરે બ્લુ દુધીયા કલરનો ચેક્સ વાળો શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે અને તે શરીરે પાતળો છે. તે બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ હાઉનભાઇ ઉર્ફે રસીદભાઇ ખમીશાભાઇ અટક ધૈયમ જાતે વાઘેર (મુસ્લીમ) ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.મચ્છીપીઠ, જુના બસ સ્ટેશન પાસે, પીરના તકીયાની બાજુમાં તા.જી.મોરબી. વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્તોલ નંગ-૧, કિં.રૂ.૧૦,૦૦૦, જીવતા કાર્ટીસ નંગ-૦૮ કિં.રૂ.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૮૦૦/-ના મુદામાલ, સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
મોરબી જીલ્લામાં આજે અલગ અલગ ત્રણ જગ્યાએ આગ લાગી હતી જેમાં આગનો પ્રથમ બનાવ ટંકારા તાલુકાના લજાઈ ગામે બીજ કોર્પોરેશન કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જે અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
જ્યારે બીજો આગનો બનાવમાં મોરબીના લાલપર વન...
મોરબી મહાનગરપાલિકાની દ્વારા MMC@1 અન્વયે સનાળા રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા યુવા માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
MMC@1 મોરબી મહાનગરપાલિકા બન્યું તેનું ઉજવણી સપ્તાહ અંતિમ ચરણમાં છે જેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા...