મોરબીના જેતપર ગામે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં ટીમીના માર્ગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં ટીમીના માર્ગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ધર્મેન્દ્રભાઇ ગોકળભાઇ હમીરપરા( ઉ.વ.૩૨), લાલજીભાઇ ધનજીભાઇ સાંતેલીયા (ઉ.વ.૩૫), રહે બંને જેતપર તા. મોરબી તથા પેથાભાઇ સિધ્ધરાજભાઇ હમીરપરા (ઉ.વ.૩૬) રહે. સાપર, તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૩૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.