મોરબી: મોરબી નવાગામ રોડ સનટચ કારખાનાની સામે રોડ ઉપર ટેમ્પોએ હડફેટે લેતા એક્ટીવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની એક્ટીવા ચાલકના ભાઈએ આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર) ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે નિતીનભાઇ માવજીભાઈ જાદવ (ઉ.વ.૨૭) એ આરોપી ટેમ્પો રજીસ્ટર નંબર- GJ-36-T-7221 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ હરેશભાઇ માવજીભાઇ જાદવ પોતાના હવાલાવાળુ એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-HF-3347 વાળુ લીલાપર ચોકડીથી નવાગામ ઘર તરફ જતા હતા ત્યારે નવાગામ રોડ સન ટચ કારખાના પાસે પહોચતા તેની આગળ એક ટેમ્પો રજીસ્ટર નં- GJ-36-T-7221 નો જતો હોય ફરીયાદીના ભાઇ તેને ઓવરટ્રેક કરવા જતા ટેમ્પો ચાલકે પોતાના હવાલા વાળો ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફિકરાઇથી ચલાવી ડ્રાઇવર સાઇડે કાવુ મારતા ફરીયાદીના ભાઇની મોટરસાયકલ સાથે અથાડી એક્સીડન્ટ કરતા નીચે પડતા ફરીયાદીના ભાઇને મોઢાના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજા કરેલ તેમજ શરીરે નાની મોટી મુંઢ ઇજાઓ પહોચાડી પોતાના હવાલા વાળો ટેમ્પો લઇ ટેમ્પો ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે બાબુભાઈ જાદવે આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ- ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના ત્રાજપર ચાર રસ્તા પાસે ટી.કે. હોટલ પાસે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ -૨ ના પાર્કિંગમા એક્ટીવા મોપેડની ડેકીમાંથી વિદેશી દારૂની ૦૫ બોટલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ...