મોરબીના નાની કેનાલ રોડ ઓમશીવ પેલેસના પાર્કીંગમાંથી બાઈકની ઉઠાંતરી
મોરબી: મોરબીના નાની કેનાલ રોડ ઓમશીવ પેલેસના પાર્કીંગમાથી અજાણ્યા ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયા હવાની ભોગ બનનાર યુવાને મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નાની કેનાલ રોડ ઓમશીવ પેલેસ બ્લોક નં -૪૦૨ માં રહેતા અશોકભાઇ હીરજીભાઈ કડીવાર (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે અજાણ્યા આરોપીએ ફરીયાદીનુ બ્લેક કલરનુ સ્પ્લેન્ડર પ્લ્સ મોટર સાઇકલ રજીસ્ટર નં- GJ-03-EP-1645 જે મોડલ સને-૨૦૧૨નુ છે. જેની હાલે કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ મોટર સાઇકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ તે જગ્યાએથી ખસેડી ચોરી કરી લઈ ગયા હોવાની ભોગ બનનાર અશોકભાઈ એ આરોપી અજાણ્યા ચોય ઇસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.