મોરબીના પીપળી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઝડપાયો, ત્રણ ફરાર
મોરબી: મોરબી હળવદ રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમ શ્યામ પાર્ક -૨મા રહેણાંક મકાનમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી હળવદ રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમ શ્યામ પાર્ક -૨મા રહેતા આરોપી રમેશભાઈ ઉર્ફે કાળુ ચતુરભાઈ માકાસાણાના રહેણાંક મકાનમાં આરોપી રમેશભાઈએ હાજર આરોપી યોગેશભાઈ વાલજીભાઈ દલવાડી રહે. ચરાડવા તા. હળવદ વાળા ના કહેવાથી આરોપી ટેમી ભુપતભાઇ પટેલ રહે. જુના દેવળીયા તા. હળવદ તથા શામજીભાઈ રહે. કચ્છ વાળા પાસેથી Diamondexch9.com નામની આઇ.ડી. મેળવી TATA IPL માં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચ ઉ૫ર રન ફેરના તથા મેચની હારજીતના આઇ.ડી.માં ઓનલાઇન સોદાઓ કરી રૂપિયાની હારજીતનો જુગાર રમી રેઇડ દરમ્યાન આરોપી રમેશભાઈ ઉર્ફે કાળુ ચતુરભાઈ માકાસાણા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૫૫૦૦/- તથા રોકડા રૂ.૧૧૦૦/ મળી કુલ કિ.રૂ.૬૬૦૦/- ના સાથે રેઇડ દરમ્યાન મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય ત્રણ આરોપી યોગેશભાઈ, ટેમી, શામજીભાઈ હાજર નહી મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.