મોરબીના પીપળી ગામમાંથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, શિવપાર્ક સોસાયટી પાછળથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમ, શિવપાર્ક સોસાયટી પાછળ આરોપી મુકેશભાઈ લક્ષ્મણભાઈ સાલાણી (ઉ.વ.૨૫) રહે. પીપળી લોર્ડઝ હોટેલ સામે તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૪ કિં રૂ.૧૫૦૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.