મોરબીના રફાળેશ્વર ગામે બે જૂથ વચ્ચે મારામારી.
મોરબીના રફાળેશ્વર ગામે સાંજના સમયે સામાન્ય બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ જેટલા વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી જેમાં દશરથભાઈ ને ઇજાઓ થયેલ હોય તેમજ નીલરાજસિંહ જાડેજા, અંતિમસિંહ જાડેજા, નવઘણભાઈ ભરવાડ ને ગંભીર ઇજાઓ પહોંચી હોય ત્યારે તેમને ત્યારે તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામ પાસે ઉમા મોટર વાળા દશરથભાઈ પાસે નશાની હાલતમાં અજય ચૌહાણ નામના વ્યક્તિ આવી માથાકૂટ કરવા લાગ્યા હતા અને ત્યારે બંને પક્ષ વચ્ચે કુહાડી અને ધોકા વડે મારામારી થઈ હતી ત્યારે બંને પક્ષમાંથી ચારથી પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી ત્યારે તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.