મોરબી : વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન દ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા:10 – 04 – 2023 (સોમવાર) સમય સવારે 9 થી બપોરના 1 દરમિયાન આર્યતેજ જનરલ હોસ્પિટલ, મું.લક્ષ્મીનગર, 8-A નેશનલ /કંડલા હાઇવે, લક્ષ્મીનગર ગામની સામે, નવયુગ ટાઇલ્સની બાજુમાં, મોરબી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહત ભાવે દવાઓ તથા લોહી-પેશાબ ની તપાસ કરી આપવામાં આવશે.
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...