મોરબીના લાલપર ગામ નજીકથી ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં છુપાવેલ ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે.
આજે પોલીસ ઇન્સ્પેકટર નાઓએ પોલીસ કોન્સ્ટેબલને સંયુકતરાહે બાતમી મળેલ કે, બે ઇસમો મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં છુપાવેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે જેથી મળેલ હકીકત વાળી જગ્યાએ પ્રોહી. અંગે રેઇડ કરવા જરૂરી પોલીસ સ્ટાફ સાથે હકીકતવાળી જગ્યાએ પ્રોહી. અંગે રેઇડ કરતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ કિં.રૂ.૨૫,૨૦૦/- તથા કિંગકીશર સુપર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-૪૮ કિં.રૂ.૪૮૦૦/- તથા રોયલ કલાસીક વ્હીસ્કીના ૧૮૦ મી.લી. ના પાઉચ નંગ-૯૬ કિં.રૂ.૯૬૦૦/- મળી કુલ રૂ.૩૯,૬૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જગદીશભાઇ સાધાભાઇ સવસેટા ઉ.વ.૨૧, રહે, સિરામીક સીટી, લાલપર, મોરબી-૦૨, મુળ રહે કોઠારીયા, તા.જોડીયા, જી.જામનગર, મોહિતસિંહ અશોકસિંહ જાડેજા ઉ.વ.૨૧, રહે. સિરામીક સીટી લાલપર તા.જી.મોરબી, મુળ રહે, ચુર, તા.જામજોધપુર, જી.જામનગર. વાળો મળી આવતા પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.