Sunday, June 22, 2025

મોરબીના વેપારી સાથે સુરતના શખ્સ દ્વારા રૂ.1.31 કરોડથી વધુની છેતરપિંડી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના પેપર મીલના વેપારીને વિશ્વાસમાં લઈ સુરતના શખ્સ દ્વારા રૂ.૧,૩૧,૭૮,૦૭૭ ના ક્રાફટ પેપર મંગાવી પોતાનો આર્થિક ફાયદો મેળવી મોરબીના વેપારીને રૂપિયા પરત નહી ચુકવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર વેપારીએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગંગાદર્શન એપાર્ટમેન્ટ બ્લોક નં -બી ૧૦૨, માં રહેતા અને વેપારનો ધંધો કરતા દિપકભાઈ ગણેશભાઈ પાંચોટીયાએ આરોપી નિમેષભાઈ નરેન્દ્રભાઇ ઠક્કર (બળદેવ) રહે.સુરત વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે જુન -૨૦૨૨ થી આજદીન દરમ્યાન આરોપી નિમેષભાઇ નરેન્દ્રભાઇ ઠકકર (બળદેવ) રહે. સુરત, પાલ, સોહમ પ્રાઇડ રેસીડન્‍સી વાળાએ પોતે પેપર મીલમાં ભાગીદાર અને દલાલ હોવાનું જણાવી પ્રથમ ક્રાફટ પેપર ખરીદી નિયમીત નાણા ચુકવી વિશ્વાસ કેળવી ઠગાઇ કરવાના ઇરાદે નિહારીકા કોરૂગેટેડ પેકેજીંગ,સુરત તથા માતાદાર પેપર ટયુબ સુરત તથા કે.કે. પેકેજીંગ વાપીના નામે કુલ ૩૬ ગાડી ક્રાફટ પેપર કુલ કી.રૂ. ૧,૩૧,૭૮,૦૭૭/ નું અમારે ત્‍યાંથી મંગાવી અમુક ગાડી જે તે પેપર પેકેજીંગમાં અને અમુક અન્‍ય પેપર પેકેજીંગમાં ક્રાફટ પેપર ઉતારી એન કેન પ્રકારે આર્થિક ફાયદો મેળવી ફરીયાદી વેપારીને પૈસા નહી ચુકવી ફરીયાદી વેપારી સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી કરી હોવાની ભોગ બનનાર દિપકભાઈએ આરોપી નિમેષભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬,૪૨૦, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર