મોરબી: મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પાટીદાર સમાજના કર્મયોગી ભાઈઓ બહેનનું બીજું સ્નેહ મિલન તથા વિશિષ્ટ પ્રતિભા સન્માન સમારોહ આજે તા.૪ને શનીવાર ના રોજ પટેલ સમાજવાડી શનાળા રાજપર ચોકડી પાસે મોરબી -રાજકોટ રોડ મોરબી ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
આ સ્નેહ મિલન સમારોહમાં કાર્યક્રમ નો મુખ્ય હેતુ સંઘે શક્તિ કળયુગે હતો. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.
મોરબીના સનાળા ગામે પટેલ સમાજ વાડીમાં મોરબી જિલ્લા પાટીદાર કર્મયોગી પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો.
જેમાં આ સંસ્થાની સ્થાપના કરનારા નિવૃત્ત કલેકટર સી.જે. પટેલ, નકલંક મંદિરના મહંત દામજી ભગત અને આ સંગઠનનાં સંયોજકો એ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને શરૂઆત કરી હતી જેમાં નાયબ કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ તંત્રના અધિકારીઓ, શિક્ષણના અધિકારીઓ, ડોક્ટરો, ઇજનેરો એ પોતાના ફરજ દરમિયાન અનુભવેલી કેટલીક પીડા અને પોતાના ગણીને કરેલી કેટલીક મદદ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
કોઈપણ માણસને મદદરૂપ બનવું અને સંગઠન જાળવી રાખવું તે બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમારોહમાં પધારેલા મોરબીના ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયાએ તેમની આગવી શૈલીમાં બોલતા જણાવ્યું હતું કે કર્મચારીઓ પ્રમાણિકતાથી કામ કરો અને એક વર્ષ સુધીમાં તેમને નુકસાન જાય તો તે મારી પાસેથી નુકસાનીનું વળતર લઈ જજો તેવું જણાવીને તેમણે આડકતરી રીતે ભ્રષ્ટાચાર મુક્ત શાસન ઉપર ભાર મૂક્યો હતો. ત્યારે આ સંગઠનના સ્થાપક સી.જે. પટેલે સંગઠનમાં સક્રિય રહે તેવા લોકોને જ સમાવેશ કરો તેવું જણાવેલ. જ્યારે આ સમારોહમાં પધારેલા સંત દામજી ભગતે સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.
