Wednesday, May 14, 2025

મોરબીના સાદુળકા ગામે પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ચોરીમાં નાસતા-ફરતા ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ચોરીમાં નાસતા-ફરતા ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાં થયેલ ચોરી અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ઇ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને સદરહું ગુન્હાના કામે અગાઉં ૦૫ આરોપીઓને અટક કરવામાં આવેલ હોય અને ૦૪ આરોપીઓ નાસતા-કરતા હોય જે નાસતા-કરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલની ટીમને ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, ચોરીના ગુન્હાના પકડવાના બાકી આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં ભરતફાર્મ પાસે હાજર છે જે મળેલ ખાનગી બાતમીના આધારે જેથી તુરત જ સદરહું ટીમના માણસો તાત્કાલીક સદરહું જગ્યાએ જઇ ત્રણ ઇસમો પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે. કૈલાશનગર, ગળપાદર, કચ્છ, શરદભાઇ ભરતભાઇ સુરાણી ઉ.વ.૨૩ રહે. અંજાર નગરપાલિકા સામે, કોળીવાસ, તા.અંજાર, કિશનભાઇ રાજુભાઇ મકવાણા ઉ.વ.રર, રહે. રોટરીનગર, કોર્ટની પાછળ, ઢોરા ઉપર, તા.અંજાર, જી.કચ્છ વાળાને પકડી પાડી સઘન પુછપરછ કરતા મજકૂર ઇસમોએ ગુન્હાની કબુલાત આપતા ઇસમોને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આ કામેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ એન સગારકાનાઓ ચલાવી રહેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર