મોરબીના સાપર ગામે પરણિતાએ ઝેરી દવા ગટગટાવી
મોરબી: મોરબીના સાપર ગામની સીમમાં આવેલ ગ્રીન્તોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ પણ દવા પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પુજાબેન રવીભાઇ મંડી ઉવ-૨૬ રહે.હાલ સાપર ગામની સીમમા આવેલ ગ્રીનટોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટમા ગત તા.૦૯-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇ પણ દવા પી જતા પ્રથમ વાર CHC જેતપર લઇ વધું સારવારમાં અત્રે મોકલતા જેની ડેડબોડી આવેલ છે.તેમજ મરણ જનારનો લગ્ન ગાળો ૮ માસનો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.