મોરબી: મોરબીના હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે તેથી આ ગટરનું ઢાંકણું કોઈ અકસ્માત થાય તે પહેલાં ફીટ કરાવમાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના રવાપર રોડ પરથી અવની ચોક્કડી ને જોડતો હીરાસરી માર્ગ ઉપર મેલડી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં આવેલ ગટરનું ઢાંકણું છેલ્લા ત્રણ મહિનાથી ગાયબ છે. આ રોડ પરથી આ વોર્ડના કોર્પોરેટર પણ અવાર નવાર પસાર થાય હોય છે.તેમ છતા આ ગટરનું ઢકાણું ફીટ કરવામાં આવી રહ્યું નથી. તો શું? નગરપાલિકા કોઈ અસ્ક્માત થાય તેની રાહ જોઈ રહી છે.? તેથી આ ગટરનું ઢાંકણું તાત્કાલિક નવુ નાખી ફીટ કરવામાં આવે તેવી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ કલેકટરને રજૂઆત કરી માંગ કરી છે.
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે...
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...
મોરબી શહેરમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામા મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેના કારણે વ્યાજખોરો માથુ ઉચકી રહ્યા છે અને મનફાવે તેને ધમકીઓ આપી મારકુટ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા એક વેપારી યુવકે ચાર પાંચ મહિના પહેલા બાજુમાં આવેલ દુકાવાળા જીગાભાઈ સાથે...