મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી આરોપી મનોજભાઇ ઠાકરશીભાઈ ચીખલીયા (ઉ.વ.૩૫) રહે. મહેન્દ્રનગર, મીલીપાર્ક, શેરી નં -૬ તા. જી. મોરબી વાળાએ પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૧,૦૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.