મોરબી:વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે
માણેકવાડા ગામની ભૂમિમાં જેમને બાળપણ વિતાવ્યું છે માણેકવાડાની માટી ખુંદીને મોટા થયા છે અને હાલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેત્રોજા અને વર્ષોથી બી.આર.સી.ભવન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપવા માટે સતત કાર્યરત,દિવ્યાંગોને સરકારી લાભો પ્રાપ્ત થાય એ માટે સતત જહેમત ઉઠાવતા બી.આર.પી. તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ભટાસણા બંને દંપતી તરફથી માણેકવાડા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ અને લંચ બોક્ષનું વિતરણ કરાયું હતું.આ તકે શાળા પરિવાર તરફથી બંને દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.
મોરબી તાલુકાના વનાળીયા ગામે મહિલાના સસરા ધારાભાઈએ એમના ઘરની લાઈટ બંધ કરી દિધેલ હોય જે બાબતે મહિલાના પતિ આરોપીને કેમ લાઇટ બંધ કરી દિધેલ છે તેમ કહેવા જતા આરોપીએ મહિલાના પતિ જોડે બોલાચાલી કરી ધોકા વડે મારમારતા મહિલા છોડાવવા જતા મહિલા પર ધાર્યા વડે હુમલો કરી ઇજા કરી હતી...
મોરબી જીલ્લામાં ક્રાઈમમા દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લામાં જાણે લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી છરી અને બંદુક સાથે રાખી ફરી રહ્યા છે ત્યારે માળિયા મીયાણા તાલુકાના મોટા દહિસરા થી નવલખી રોડ જીઇબી પાવર હાઉસ સામે રોડ ઉપર યુવકની ગાડીના કાચ ખોલાવી ગાળો આપતા યુવકે ગાળો...