મોરબીમાં ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો ; એક ફરાર
મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ દીવ્યગોલ્ડ સીરામીક તથા સીલ્વરપાર્ક સોસાયટી પાછળ બાવળની કાંટમા છુપાવેલ ઈંગ્લીશ દારૂ/બીયરના ૧.૪ લાખના મુદ્દામાલ સાથે સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ દીવ્યગોલ્ડ સીરામીક તથા સીલ્વરપાર્ક સોસાયટી પાછળ બાવળની કાંટમા વેચાણ કરવાના ઈરાદાથી છુપાવી રાખી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૯૩ તથા બીયર ટીન નંગ -૧૨૭ મળી કુલ કિં રૂ.૧,૦૪,૦૪૦ ના મુદ્દામાલ સાથે આરોપી રવીભાઈ રમેશભાઈ વિંઝવાડીયા રહે. જુના ઘુંટુ રોડ, સીલ્વરપાર્ક સોસાયટી મોરબી -૨ વાળાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ દેવેન્દ્રસિંહ ઉર્ફે બાબુ ઝાલા રહે રહે. જુના ઘુંટુ રોડ, સીલ્વરપાર્ક સોસાયટી મોરબી -૨ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.