મોરબી: મોરબીના લગધીરપુર રોડ પર આવેલ સોમાણી સિરામિક કારખાનાના વંડા પાસે કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ લગધીરપુર રોડ સોમાણી સિરામિક કારખાનાના તા. મોરબી રહેતા મહીપાલભાઇ ઉજાગરભાઇ ગૌતમ ઉ.વ.૩૨ નામના યુવાનને લગધીરપુર રોડ ઉપર આવેલ સોમાણી સીરામિક ના વંડા પાસે કોઇ પણ કારણોસર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
