મોરબીમાં એક શખ્સે વોટ્સએપ ઉપર અભદ્ર મેસેજ કરી મહીલાને વેંચી નાખવાની આપી ધમકી
મોરબી: મોરબીમાં મહીલાને વોટ્સએપ ઉપર એક શખ્સે અભદ્ર મેસેજ કરી ઓપોન માર્કેટમાં વેંચી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ એક શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે સત્યમ પાન વાળી શેરી સરસ્વતી રેસીડેન્સી ૪૦૪ માં રહેતા મોનાબેન ધવલભાઈ વડગામા (ઉ.વ.૩૧) એ આરોપી નિરવભાઈ દિનેશભાઇ બકરાણીયા રહે. રવાપર રોડ શારદા સોસાયટી મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૧-૨૦૨૩ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરીયાદીના મોબાઇલ નંબર ૭૦૪૮૩૦૪૦૩૧ ઉપર આરોપીએ તેના મોબાઇલ નંબર ૯૭૧૪૧ ૩૭૯૦૪ વ્હોટશેપ ઉપર અભદ્ર મેસેઝ કરી તેમજ વ્હોટશેપ ઉપરથી તને ઓપન માર્કેટમા વેચી નાખીશ તેવી ઘમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલા મોનાબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ ૫૦૪,૫૦૬(૨), મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.