મોરબીમાં ખુનના ગુન્હામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા ઈસમને મધ્યપ્રદેશથી મોરબી એલ.સી.બી ટીમે ઝડપી પાડયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના રતલામ જિલ્લાના જાવરા ખાતેથી મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડેલ છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ તરફથી આગામી વિધાનસભા-૨૦૨૨ ચુંટણી અન્વયે નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મોરબીના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની સુચના મુજબ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ કાર્યરત હોય
તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો. કલમ-૩૦૨ ૩૨૩,૧૧૪ જી.પી.એકટ ૧૩૫ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો જાંબુઆ જીલ્લામાં તથા રતલામ જીલ્લા ખાતે હોવાની ચોક્કસ હકિકત મળતા જે હકીકત આધારે ઉપરોકત સ્ટાફ તથા પોલીસ કોન્સ્ટેબલ સાથે જાબુંઆ ખાતે જઇ તપાસ કરતા આરોપી રતલામ જીલ્લાના જાવરા ખાતે હોવાની બાતમી મળતા જે હકીકત આધારે નાસતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોર અનુ.જનજાતી ઉવ.૨૮ રહે. કુશલપુરા ગામ સરપંચ ફળીયુ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળાને તા.૮/૧૧/૨૨ ના કલાક ૨૧/૦૦ વાગ્યે રતલામ જીલ્લાના જાવરા ઔધોગીક ક્ષેત્ર પોલીસ સ્ટેશનના જોયો ચાર રસ્તા ખાતે મળી આવતા મજકુર ઇસમને હસ્તગત કરી આજરોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે.