મોરબી: મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા-૧મા મોડીરાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને ૪૦ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મોરબીમાં પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરતી હોય તેમ છતા મોરબીના અનેક વિસ્તારોમાં અવારનવાર ચોરીની ઘટના ઘટતી હોવાનું સામે આવે છે તેમજ મોરબીમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ દિવસે ને દિવસે ચોરીના ગુનામાંઓમા વધારો નોંધાય રહ્યો છે. ત્યારે મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ સિરામિક પ્લાઝા-૧મા ગત મોડીરાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને ૪૦ જેટલી દુકાનોના તાળા તોડી ચોરી કરી હતી. આ બનાવ અંગે દુકાનોના માલિકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
