મોરબી: મોરબીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને ચોરીની એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. જાણે એવુ લાગી રહ્યુ છે કે તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ન હોય. ઘરફોડ ચોરી અને વાહન ચોરી બાદ હવે એસી કમ્પ્રેશરની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે . ત્યારે માધવ માર્કેટમાં ૪ એસી કમ્પ્રેશરની ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી શહેરના જુના ઘૂટું રોડ પર થોડા દિવસો પહેલા અનેક ઓફીસના એસી કમ્પ્રેશરની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે હવે તસ્કરોએ શહેરના શનાળા રોડ પરની માધવ માર્કેટને નિશાન બનાવી હતી અને માધવ માર્કેટમાંથી ઓફીસના ૪ એસી કમ્પ્રેશરની ચોરી કરી તસ્કરો નાશી છુટયા હતા.મોરબીનો શનાળા રોડ શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે જ્યાં શોપિંગને નિશાના બનાવીને જાણે કે તસ્કરો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સીસીટીવી કેમેરાની મદદથી ચોરી ગયેલ એસી કમ્પ્રેશર ચોરને પોલીસ પકડવામાં સફળ થશે કે નહીં તે જોવું રહ્યું.
માળિયા તાલુકા મના એક ગામ માં 6 વર્ષની છોકરી રસ્તા પર ચાલતા ઘેર જતી હતી ત્યારે શેરીના કૂતરા એ ચહેર પર બચકા ભરી ખરાબ રીતે જખમ બનાવી દીધા હતા. આયુષ હોસ્પિટલમાં માં કૂતરું કરડવાની સારવાર કર્યા બાદ પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા 100 થી વધારે ટાંકા લઈ પ્લાસ્ટીક...