મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહિત ત્રણ ઝડપાયા
મોરબી: મોરબીમાં વીસીપરા ધોળેશ્વર રોડ ખડીયાપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહીલા સહિત ત્રણ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વીસીપરા ધોળેશ્વર રોડ ખડીયાપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી દીલીપભાઇ શીવાભાઇ સાલાણી (રહે.વીસીપરા મહાકાળી મીલ સામે મોરબી), રીટાબેન દિપકભાઇ ઉર્ફે છગન બાલાભાઇ દલસાણીયા (રહે. વીસીપરા ધોળેશ્વર રોડ ખડીયાપરા મોરબી), લાભુબેન કાંતિભાઇ બારૈયા રહે. ઇન્દીરાનગર રાજાભાઇ મનજીભાઇ પ્રમારની બાજુમાં મોરબી વાળાને રોકડ રકમ રૂ.૬૫૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.