મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીમાં ખોખાણી શેરી નજીક જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ખોખાણી શેરી નજીક જાહેર રોડ ઉપર તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો દિપકભાઇ વિઠલભાઇ હણ, દોલુભા ચંદુભા જાડેજા, મનોજભાઇ ઇશ્રવરભાઇ ઇન્દરીયા, જીગ્નેશભાઇ પંકજભાઇ કોટક, સાગરભાઇ રજંનીકાતભાઇ સુખડીયા રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૪,૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.