મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમી ઝડપાયાં
મોરબી: મોરબીના ઈન્દીરાનગર સનવલ્ડ સીરામિક પાછળના ભાગે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગર સનવલ્ડ સીરામિક પાછળના ભાગે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ બનુભાઇ વાલજીભાઇ વિઠ્ઠલાપરા, સુખાભાઇ અમરશીભાઇ દેથરીયા, કાનજીભાઇ અમરશીભાઇ દેથરીયા, અજયભાઇ વીક્રમભાઇ માનેવાડીયા, હર્ષદભાઇ મનશુખભાઇ માનેવાડીયા, સુભાષભાઇ ગોવીંદભાઇ ઝીંઝવાડીયા રહે. બધા ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ.૫૩૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.