મોરબીમાં નાગનાથ શેરીના નાકા નજીકથી ઈંગ્લીશ દારૂની 6 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીમાં નાગનાથ શેરીના નાકા નજીક રોડ પર ઈંગ્લીશ દારૂની ૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નાગનાથ શેરીના નાકા નજીક રોડ પર આરોપી નીરજભાઈ દિલીપભાઈ ઓઝા રહે. નાગનાથ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જાવાળા એક્ટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-J-074 કિં રૂ.૨૦,૦૦૦ વાળામા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિં રૂ.૧૮૦૦ તથા એક્ટીવા મોટરસાયકલ કિં રૂ. ૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૧,૮૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.