મોરબી: મોરબીમાં પ્રેમ સંબંધ બાબતે યુવતીને તેના પરીવારજનોએ ઠપકો આપતા લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ ઈન્દિરાનગર, ધર્મનગર સોસાયટીમાં રહેતા પ્રિયાબેન મગનભાઈ સુનરા (ઉ.વ.૧૯) ને ઘરના પરીવારજનોએ પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતા પ્રિયાબેનને લાગી આવતા પોતાના ઘરે પોતાની જાતે છતના હુકમા સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...