મોરબીમાં બાઈક ધીમે ચલાવવાનું કહેતા યુવક પર છરી વડે હુમલો કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: બે ચાર દિવસ પહેલા મોરબી દલવાડી સર્કલ નજીક રાત્રીના યુવકને છરીના ઘા ઝીક્વામાં આવ્યા હતા.બાદમા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે બાબતે ભોગ બનનારે આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તુલસી પાર્કમાં રહેતા સામાજિક સેવક રમેશભાઈ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા (ઉ.વ.૩૮) એ આરોપી ઓમાનભાઈ અશરફભાઈ ધારાણી તથા સલમાનભાઈ ઉમેદભાઈ ધારાણી રહે બંને મોરબી ફીદાઈબાગ વોરા સોસાયટી તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે બે ચાર દિવશ પહેલા ફરિયાદી રમેશભાઈ પોતાના ઘર પાસે રેતી સરખી કરાવતા હતા તે વખતે આરોપી ઓમાનભાઈ મોટરસાયકલ લઇ ફુલ સ્પીડમા ત્યાંથી પસાર થતા ફરિરાદીને ગટરના પાણીના છાંટા ઉડતા તેઓએ આરોપી ઓમાનભાઈને ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થયેલ હોય તેનો રોષ ખાર રાખી તા.૦૫/૦૩/૨૦૨૩ ના સાંજના સમયે ફરિયાદી પોતાનુ બુલેટ મોટરસાયકલ રજીસ્ટર નં- જી.જે-૩૬ એન ૯૬૦૦ વાળુ લઇ પોતાના ઘરેથી મોરબી શહેરમા જતા હતા તે વખતે આરોપીઓ સ્કુટર પર પાછળથી આવી ફરિયાદીને માથાના પાછળના ભાગે લોખંડના પાઇપનો એક ઘા મારી ફરિયાદીને બુલેટ સાથે રોડ પર પાડી દઇ બન્ને આરોપીઓએ ફરિયાદીને મારી નાખવાના ઇરાદે છરી વડે ડાબા ગાલે, ગળામા ડાબી બાજુ, ડાબા હાથની બગલ પાસે, છાતીમા જમણી બાજુ, પેટમા, જમણા પડખામા, ડાબા હાથે કાંડામા, ડાબા હાથે હથેળીમા તથા ડાબા ખભ્ભા પાછળ પીઠમા છરીના આડેધડ ઘા મારી ફરિયાદીને ગંભીર ઇજાઓ કરી બન્ને આરોપીઓએ નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર રમેશભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૭,૩૨૪,૧૧૪, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
