મોરબી શહેરમાં મારામારી અને નાના મોટા ઝઘડાઓ નાં કિસ્સા ઓં વારે ઘડીએ સામે આવતા હોય છે ત્યારે દલવાડી સર્કલ નજીક આવેલી ઉમા રેસીડેન્સીમાં બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા એક જ પરિવારના 3 શખ્સોએ આધેડ મહિલાને ધોકાથી માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઉમા રેસીડેન્સીમાં રહેતા આધેડ મિલા અનસોયાબેન અંબાણી તેના જ વિસ્તારમાં રહેતા આરોપી સાગર, સાગરના ભાઇ અને તેમના પિતાને બાઇક સરખી રીતે પાર્ક કરવાનું કહેતા આરોપી સાગરના ભાઈ અને તેના પિતાએ બોલાચાલી કરી ગાળો આપી હતી જયારે સાગરે ગાળો આપી પોતાના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરી.ના ડાબા હાથ ઉપર મારી ફરી.ને ડાબા હાથ ઉપર ફેકચર જેવી ઇજા કરી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૫, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...