મોરબીમાં યુવકને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે ફટકાર્યો
મોરબી: મોરબી પંચાસર રોડ મામાદેવના મંદિર પાસે આડા રોડ ઉપર યુવક પોતાનું બાઈક લઈને જતો હોય ત્યારે ત્રણ શખ્સો આવી બાઈક ઉભું રાખી શખ્સે પોતાના બેન રુક્મિણીબેનને કેમ માર મારો છો કહી ગાળો આપી ગાળો આપવાની ના પાડતા યુવકને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ રોલારાતડીયાની વાડીમાં રહેતા કમલેશભાઈ અરજણભાઇ ડાભી (ઉ.વ.૩૩) એ આરોપી જયંતિભાઈ નરશીભાઈ કણજારીયા, જગાભાઈ રામજીભાઇ કણજારીયા તથા હસુભાઈ રહે બધાં માંગરની વાડી સમય ગેટ પાસે શનાળા રોડ તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૫-૨૦૨૩ ના રોજ રાતના સવા બારેક વાગ્યાનાં અરસામાં ફરીયાદી પોતાનુ મોટરસાયકલ લઈને ઘરે જતા હોય ત્યારે આ કામેના આરોપી ત્રણે આવેલ અને ફરીયાદીનુ મોટરસાયકલ ઉભુ રખાવી આરોપી જયંતિભાઈએ પોતાના બહેન રુક્ષ્મણીબેનને કેમ માર મારો છો તેમ કહી જેમફાવે તેમ ભુંડી ગાળો આપવા લાગેલ જેથી ફરી.એ ગાળો આપવાની ના પાડતા આરોપી જગાભાઈ તથા આરોપી હસુભાઈએ ફરીયાદીને પકડી આરોપી જગાભાઈએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપ વડે ફરીયાદીને માથાના ભાગે ડાબા કાન ઉપર એક ઘા મારી ફ્રેકચર તેમજ લોહીયાળ ઇજા કરી આરોપી ત્રણે જણાએ એ ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપી જયંતિભાઈએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર કમલેશભાઈએ ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
