મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં
મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર જુદી જુદી જગ્યાએ વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ ઉપર બાપ સીતારામની મઢુલી પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા આરોપી નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને રોકડ રકમ રૂ. ૧૦૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ કીરીટભાઇ મનજીભાઈ દેત્રોજા રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજો મોરબી વાવડી રોડ ઉપર રોડ ગાયત્રીનગર સોસાયટીના નાકા નજીક જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી પ્રતિકભાઈ મહાદેવભાઈ પરમાર રહે ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૦૧૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.