મોરબી જિલ્લામાંથી કુલ 3971 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી.
મોરબી: સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવામાં આવી.જેમા સમગ્ર ગુજરાતમાં 41868 જેમાંથી ગુર્જર પ્રાંતમાં 22868 અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં 19604 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી. જેમાંથી મોરબી જનપદમાં 3971(18 કેન્દ્રો પર મોરબી, હળવદ, ટંકારા,વાંકાનેર સ્થાનો પર) પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી,સર્વે સંસ્કૃત અનુરાગીઓને અભિનંદન. મોરબી જિલ્લા સંયોજક કિશોરભાઈ શુકલ, સહ સંયોજક મયુરભાઈ શુકલ અને ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ ઠાકરે સમગ્ર આયોજન સંભાળ્યું હતું.
