મોરબી: રકતદાન એટલે કોઈના જીવન બાગને ખીલવતી વર્ષાૠતુ ત્યારે મોરબીમાં સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા શુક્રવારે દિવંગત નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર અર્જુન જયેશભાઈ મિસ્ત્રી Mo : 9825755555ના સૌજન્યથી મોરબીમાં આગામી તારીખ 03-03-2023ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સાયન્ટીફીકની વાડી, વજેપર, આલાપ રોડ ખાતે સાયન્ટિફિક ક્લોક પરિવાર દ્વારા દિવંગત નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રીના સ્મરણાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર નોટ નંબરીનો જુગાર રમતા...