મોરબીમાં સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગ યોજાશે
મોરબીમાં વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયીજન કરવામાં આવે છે. જેમાં આગામી સોમવારે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગ યોજાશે.
આ અંગે વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ અને મંત્રી મહેશભાઈ ભટ્ટની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, સોમવાર તા.૨-૫-૨૦૨૨ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે શનાળા રોડ પર આવેલી હોટલ મહેશમાં સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગ યોજાશે. આ મીટીંગમાં ડો. ભાવેશ બી. જેતપરીયા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાન આપશે.આ મીટીંગ બાદ ભોજન સમારંભનું આયોજન કરેલ છે જેથી સીનીયર સીટીઝન કાઉન્સિલના તમામ સદસ્યોએ પધારવા નિમંત્રણ પાઠવ્યું છે