મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતિની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે વાલ્મીકી સમાજની બાળાઓનું પૂજન કર્યું હતું. તેમજ વાલ્મીકી સમાજની બાળાઓને શુદ્ધ આરોગ્યપ્રદ આહારનું ભોજન કરાવી સોનાની મોંઘી વસ્તુઓ ભેટ આપી હતી.
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વાલ્મીકી જયંતિ નિમિતે વાલ્મિકી સમાજના વસાહતમાં જઈ વાલ્મીકી સમાજની બાળાઓની આદર-સ્તકાર અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂજા કરી હતી. અને બાળાઓને સોનાની કિંમતી ભેટ આપવામાં આવી હતી વાલ્મીકી જયંતિ નિમિત્તે સમાનતા, એકતા અને બધુંતાની ભાવના કાયમ માટે જળવાઇ રહે તે માટે વાલ્મીકી સમાજના લોકો સાથે આ ઉજવણી કરવામાં આવી હતી. તેમજ મહર્ષિ વાલ્મીકીને રામાયણના રચિયતા તરીકે ઓળખવામાં આવે છે. મહર્ષિ વાલ્મીકીના જીવનમાંથી બાળકો બંધુતા, એકતા અને સમાનતાની શીખ ગ્રહણ કરી દેશ અને સમાજનો વિકાસ કરે તેવો આ કાર્યક્રમ થકી મેસેજ આપવામાં આવ્યો હતો.
ટ્રાફિક પોલીસ ધૃતરાષ્ટ્ર બની ને કામગીરી કરી રહ્યું હોય તેવો ઘાટ: ટ્રાફિક પોલીસ ને ફક્ત મેમો બનાવી લોકોને ખંખેરવામાં જ રસ ?
મોરબી જિલ્લા પોલીસ વડા ટ્રાફિક સમસ્યા હલ કરવાની વાતો કરી રહ્યા છે પણ કામ ક્યારે ?
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલ ઝોનમાં ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણથી રોજબરોજ ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો...
મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબીના વાવડી રોડ ઢોર પકડવા ગયેલ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે બે મહિલાઓએ બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામ રહેતા અને મહાનગરપાલિકામા કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતા વિપુલભાઈ...
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...