યુવક યુવતીઓ માટે જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતીઓ માટે જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગસન તાલીમ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જિલ્લામાંથી કુલ ૩૦ યુવક – યુવતિઓની પસંદગી કરી, ૭ દિવસ માટે નિવાસી શિબિરનું આયોજન તા. ૩૦-૧૧-૨૦૨૨ સુધી કરવાનું હોય, તા.૦૯-૧૧-૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના ચાલુ દીવસોમાં સાદા કાગળમાં નામ, સરનામું, મોબાઈલ નંબર જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૦૯-૧૧/૨૦૨૨ પછી આવનાર ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.