મોરબી : સરકારી કચેરીઓ માં સામાન્ય માણસ નું કાય કામ થતું નથી લાંચ આપો તો તુરંત થઈ જાય છે એવી વારેઘડીએ વાતો સાંભળવા મળતી હોય ત્યારે લાંચ લેતા રંગેહાથ પકડાયાનો નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ મોરબીના સિંચાઇ કર્મચારીએ ટંકારા તાલુકાના ખેડૂતને દંડ ફટકારવાની ધમકી દઈ તેની પાસેથી રૂ. 4 હજારની લાંચની માંગણી કરી હતી. બાદમાં એસીબીએ છટકું ગોઠવી આ કર્મચારીને રંગેહાથ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના એક ખેડૂતે મચ્છુ ડેમમાંથી છોડવામાં આવતુ સીંચાઇનું પાણી મેળવવા તેમની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરેલ ન હોઈ તેમજ સીંચાઇના પાણીનો ઉપયોગ પણ કરેલ ન હોવા છતા મોરબી સિંચાઇ પેટા વિભાગ- મચ્છુ-2ની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના ક્લાર્ક જગદિશભાઇ જેઠાલાલ દવેએ ખેડૂતને જણાવેલ કે, તમોએ અરજી ન કરેલ જમીનમાં પણ સીંચાઇના પાણીનો ઉપયોગ કરેલ છે. જે અંગે તમને કાયદેસર દંડ થઈ શકે તેમ છે. પરંતુ જો દંડ ન ભરવો હોય તો રૂા.6000/- વહીવટ થાય, પણ તમે ખાલી રૂા.4000/- આપી દેજો તેમ કહી ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી.
ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. રાજકોટ શહેરનો સંપર્ક કરતા ફરીયાદ આધારે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ખેડૂત સાથે લાંચની માંગણીની હેતુલક્ષી વાતચીત કરી ટંકારાના ધૂનડા ગામે ખેડૂત પાસેથી લાંચની રૂા.4000/- ની રકમ સ્વીકારી હતી. આ વેળાએ એસીબીએ તેને રંગે હાથ ઝડપી લીધો હતો.આ કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી તરીકે એસીબી- રાજકોટ શહેર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા અને સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ એલસીબી એકમ ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એલ.દેસાઈ રોકાયેલ હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...