લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા છઠ્ઠો નેત્રયજ્ઞ સેવા કેમ્પ યોજાયો
જેમાં આશરે ૧૨૦ વ્યક્તિઓને તપાસ્યા તેમાંથી ૩૫ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અત્યાર સુધીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૩૦૦/ જેટલી વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે મોતિયાના ઓપરેશનમાં ગયેલ દરિદ્ર નારાયણ સ્વરૂપ દર્દીએ પોતાના રિવ્યુમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા સારવાર અને જમવા રહેવાની વ્યવસ્થા બાબતે ખુબજ સંતોષ વ્યક્ત કરેલ.