Thursday, May 15, 2025

વાંકાનેરના માટેલ રોડ પર સિરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજથી આગ ભભુકી ઉઠી, પાંચ ઇજાગ્રસ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે અચાનક ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હતી, જેથી તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં આજે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં અચાનક આગ ભભુકી ઉઠી હતી, જેમાં આશિષ બંજારા (ઉ.વ. ૧૯), રાહુલભાઈ કુશવાહ (ઉ.વ. ૨૩), લક્ષ્મણ કહાર (ઉ.વ. ૨૦), હિતેશ કુશવાહ (ઉ.વ. ૨૩), વિકાસ બંજારા (ઉ.વ. ૨૦) સહિત પાંચ શખ્સોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

આ અકસ્માતના બનાવમાં લક્ષ્મણભાઈ, આશિષભાઇ અને વિકાસભાઈને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હિતેશભાઈ અને રાહુલભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાની માહિતી મળી રહી છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર