વાંકાનેર-મોરબી ને.હા. રોડના સર્વીસ રોડ ઉપર બાઈક સાથે બાઇક અથડાતાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત
મોરબી: વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર સુફીયાન ગેરેજ સામે મોટરસાયકલ સાથે મોટરસાયકલ અથડાતાં એક યાવાનનુ મોત થયું હતું જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના પીતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ જુનાગઢમાં વંથલી રોડ, મધુરમ સોસાયટી, વિજ્યા લક્ષ્મી એપાર્ટમેન્ટ, બ્લોક નં -૪૦૪મા રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ કાચા (ઉ.વ.૫૫) એ આરોપી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર – જી.જે.-૩૬-એ. એ.-૭૫૧૯ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના દિકરા કુલદીપભાઈ ઉ.વ.૨૪ વાળા તેઓનુ મોટર સાયકલ હીરો સી.બી.ઝેડ, એક્સટ્રીમ જેના રજીસ્ટર નં- જી.જે-૧૧ એ.એન- ૫૧૩૭ વાળુ મોરબી ફીટનેસ જોન જીમ ખાતે આવતા હોય ત્યારે આરોપી હીરો સ્પલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નં- જી.જે-૩૬ એ.એ.-૭૫૧૯ ના ચાલકે પોતાનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીના દિકરા સાથે ભટકાડી પોતાને શરીરે ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીના દિકરાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા સુરેશભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી.એકટ ક-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
