Wednesday, August 27, 2025

વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓને સુચના કરેલ હોય જેથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબીનાઓને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફ સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ પાર્ટ આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪(અ), તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના વાહન અકસ્માતના ગુનામાં નાસતો ફરતો આરોપી રોહન કુમાર ઉર્ફે શત્રુઘ્ન જગન યાદવ રહે. ઉરવીસુનપુર તા.માઉ જી.ગયા (બિહાર) વાળો હાલે વાંકાનેર તાલુકાના માટેલ રોડ, ઉપર એસીકોન કંપનીમાં ટ્રક લઇ માલ લોડીંગ કરવા આવેલ હોવાની હકિકત મળતા સ્ટાફ સાથે માટેલ રોડ ઉપર એસીકોન કંપનીમાં તપાસ કરતા વાહન અકસ્માતના ગુનામાં નાસતો ફરતો આરોપી રોહનકુમાર ઉર્ફે શત્રુઘ્ન જગન યાદવ ઉ.વ. ૨૭ રહે. હાલ ગાંધીધામ કાર્ગો પી.એસ.એલ કંપનીની બાજુમાં આવેલ ઓરડીઓમાં જી.કચ્છ ભુજ મુળ ગામ ઉરવીસુનપુર તા.માઉ જી.ગયા (બિહાર) વાળો મળી આવેલ પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર