વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આયોજિત જગત જનની મા ઉમિયાના દિવ્યરથ અને શ્રી ઉમિયા માતાજી નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરતા દક્ષિણ ગુજરાત ના આદિવાસી વિસ્તારમાં માંગરોલ તાલુકાના GIPCL Town Ship માં ભારત દેશના જુદા જુદા રાજ્યોના સર્વ સમાજના મા ઉમિયા માતાજીના અમૃતસ્ય સંતાનો અને સમાજ શ્રેષ્ઠીઓ. જગત જનની મા ઉમિયા માતાજી ના મહાઉત્સવ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના કેન્દ્રીય મહિલા ટીમના ચેરમેન ડૉ. રૂપલબેન પટેલ (અમદાવાદ), દક્ષિણ ગુજરાત પ્રભારી સુરેશભાઈ પટેલ (ચિરાગ જેમ્સ, સુરત), ટ્રસ્ટી સુરેશભાઈ પટેલ, ટ્રસ્ટી પ્રહલાદભાઈ પટેલ, ટ્રસ્ટી મહેશભાઈ ફળદુ, વી. કે. પટેલ, દક્ષિણ ગુજરાત દિવ્ય રથ કમિટી ના કન્વીનર વિવેકભાઈ પટેલ, અમદાવાદ થી પધારેલ ટ્રસ્ટ કેતનભાઈ પટેલ તથા યુવા ટીમ, દક્ષિણ ગુજરાત ના મહિલા ટીમના ચેરમેન વિણાબેન પટેલ, સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સંજયભાઈ પટેલ, અમદાવાદ અને સુરત થી પધારેલ મહિલા ટીમ, સુરત કાર્યાલય મંત્રી પિયુષભાઈ પટેલ, જીગ્નેશભાઈ પટેલ તથા ખૂબ જ મોટી સંખ્યામાં સુરત – માંડવી – બારડોલી – કીમ – વ્યારા ના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના હોદ્દેદારોઓ અને પાયાના કાર્યકરઓએ હાજરી આપી.
આ મહાઉત્સવ પ્રસંગે ડૉ. રૂપલબેન પટેલે ખૂબ જ સુંદર અને દિવ્ય સંબોધન કર્યું અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના પ્રમુખ આર. પી. પટેલ સાહેબ નો શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને સર્વને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ની વિસ્તૃત માહિતી આપી.આ મહાઉત્સવ પ્રસંગે જીગર ડી પટેલે અને એમના પત્ની મનિષા જીગર પટેલ એ ઉમિયા માતાજી ના ચરણોમાં રૂપિયા 1૦૦૦૦૦.૦૦ નું દાન જાહેર કરી સીટી મેમ્બર બની માતાજીના આશીર્વાદ મેળવ્યા તથા અરવિંદભાઈ પટેલ (શીફા કેમિસ્ટ, તડકેશ્વર) રૂપિયા ૫૧૦૦૦.૦૦ દાન જાહેર કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા તથા ગજેન્દ્રભાઇ બાપનાએ રૂપિયા ૧૧૦૦૦.૦૦ નું દાન તેમની દીકરીઓ ના હાથે અર્પણ કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા. સર્વ દાતાઓનુ શ્રી ડૉ. રૂપલબેન પટેલ, સુરેશભાઈ પટેલ તથા એન. કે. સિંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ દિવ્ય મહાઉત્સવ માં GIPCL Town Ship પરિવાર ના શ્રેષ્ઠી એન. કે. સિંઘ (ચીફ જનરલ મેનેજર) તથા પી.સી. ગોયલ (જનરલ મેનેજર) તથા જી.એમ.ડી.સી. ના જનરલ મેનેજર પુલક માથુર સાહેબ એ જગત જનની મા ઉમિયા માતાજી ની સ્વાગત અને આરતી કરી અને માતાજીના આશીર્વાદ સર્વ સમાજ ઉપર વરસતા રહે તેવી પ્રાર્થના કરી. GIPCL Town Ship પરિવાર ની બહેનો – દીકરીઓ – બાળકો દ્વારા આખી ટાઉનશિપ ને શણગારવામાં આવે હતી અને રાત્રે મા ઉમિયાના અમૃતસ્ય ગરબા રજુ કરી દિવ્ય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું.
મા ઉમિયાના દિવ્યરથ મહોત્સવ નું ભવ્યાતિભવ્ય આયોજન GIPCL Town Ship પરિવાર દ્વારા કરવામાં આવ્યું.
મોરબી રણછોડનગર મેઇનરોડ જલારામપાર્ક તથા અમૃતપાર્કની વચ્ચે રોડ ઉપરથી મારૂતી ઇકો ગાડીમાંથી ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૮૫૨ કિ.રૂ. ૫,૮૮,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧૦,૦૮,૦૦૦/- નો મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મોરબી એલસીબી...
આ કેમ્પમાં 103 લોકોએ રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી
શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ શનાળા રોડ મોરબી અને ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી-૨ ના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા યુનિક સ્કૂલ મોરબી-૨ ખાતે ૧૩ માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં સંસ્કાર ધામ બ્લડ બેંકના સેવાભાવી...
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં તારીખ ૧૯/૧૧/૨૦૨૫ બુધવારના સમય ૦૭:૦૦ થી ૧૫:૦૦ સુધી વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. જેમાં એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસાયટી.
તેમજ મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં...