મોરબી પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કોઈપણ જાતનો વીજકાપ/ લોડ શેડિંગ કરવામાં આવેલ નથી પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓદ્યોગિક એકમો દ્વારા ખાસ કરીને રવિવારે રજા રાખવામાં આવતી હોય છે
જેથી રવિવારના દિવસે ઓદ્યોગિક વીજ માંગમાં ઘટાડો જોવા મળે છે જયારે સપ્તાહના અન્ય દિવસોમાં માંગમાં વધારો રહે છે પરંતુ રાજ્યના બિન સતત પ્રક્રિયા ધરાવતા એચ.ટી. એલ.ટી. ઓદ્યોગિક એકમો જે અઠવાડિયે ખાસ કરીને મોરબી જિલ્લાને બુધવારે સ્ટેગર ડે (અઠવાડિક રજા) નક્કી કરવામાં આવેલ છે જેથી સમગ્ર રાજ્યના ગ્રીડ સંતુલન જાળવવામાં મદદરૂપ થશે
આમ, મોરબી જિલ્લાના તમામ ઔધોગિક એકમોને આપવામાં આવતા વીજ પુરવઠામાં કોઇપણ જાતનો વીજ કાપ/લોડ શેડીંગ મુકવામાં આવેલ નથી અને ૨૪X૭ અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ તંત્રની યાદીમાં જણાવ્યું છે
જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા "વિલા" તથા "ફાર્મ હાઉસ" બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી...
મોરબી શહેરમાં ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઝડપથી તમાંમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્રમા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરના ગીતા ઓઇલ...
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન જુનુ ઘુંટુ રોડપર સિમ્પોલો કારખાના સામેથી બે ઇસમો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પસાર થતા ઇસમોને રોકી મોટરસાયકલ ના...