હળવદ-વર્ષના અંતિમ દિવસોમાં જ્યારે પ્રાથમિક શાળાઓમાં વર્ષ પૂર્ણ થવાને આરે હોય ત્યારે ધોરણ 8 ના બાળકો માટે શાળામાં ભણવાનું જીવનનું છેલ્લું વર્ષ હોય છે ત્યારે એમને વિદાય આપવામાં આવતી હોય છે
જ્યાં તેઓ પોતાના જીવનના આઠ આઠ વર્ષ ભણ્યા હોય,જીવન ઉપયોગી પાઠ ભણ્યા હોય,મોજ મસ્તી અને ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યું હોય,ગુરુજનો સાથે જાણે આત્મીયતાનો સબંધ થઈ ગ્યો હોય અને એવી શાળા માંથી જ્યારે કાયમ માટે વિદાય લેવાની વસમી વેળા આવે ત્યારે કોને દુઃખ ન થાય,કોણ લાગણી સભર ના થાય આવી વસમી વિદાયના કાર્યક્રમની શરૂઆત આજે સર્વ ધર્મ પ્રાર્થનાથી થઈ હતી ત્યાર બાદ શ્રી ગણેશા દેવા ભક્તિ સભર ડાન્સથી કાર્યક્રમની જોરદાર શરૂઆત થઈ હતી ત્યારે બાદ કુલ 20 જેટલા વિવિધતા સભર કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવેલ હતો જેમાં કોમેડી નાટકો,ફિલ્મી સોંગના ડાન્સ,સંસ્કૃતિક ગીતો,દેશભક્તિ ગીતો,ગુજરાત ગૌરવ ગાનના ગીત વગેરે ઉપર ધોરણ થી 8ના બાળકોએ અભિનય કર્યા હતા વચ્ચે વચ્ચે ધોરણ 8 ના 5 જેટલા બાળકો શાળા સાથેના પોતાના જુના સ્મરણોને પોતાની આગવી શૈલીમાં લાગણીસભર વાચા આપી હતી શાળા અને શિક્ષકો પ્રત્યેના પોતાના ભાવો-પ્રતિભાવો આપીને સૌને લાગણી થી ઓતપ્રોત કરી દીધા હતા.
શિક્ષકો દ્વારા બાળકોને ભવિષ્યમાં ખૂબ આગળ વધી શાળા અને પરિવારનું નામ રોશન કરવા માટે અને સારા ભવિષ્ય માટેની કામનાઓ કરવામાં આવી હતી ત્યાર બાદ ધોરણ-8ના બાળકો દ્વારા શાળા અને શિક્ષકોનું ઋણ ચૂકવવા શાળાને ઘણી બધી ભેટો આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મિતાબેન પિત્રોડા દ્વારા આગવી શૈલીમાં થયું હતું અંતમાં વિદાયમાન ધોરણ.8ના તમામ બાળકોને ગરબે રમાડી આનંદ કરાવવામાં આવ્યો હતો અને કાર્યક્રમને પૂર્ણ કરી અંતે સૌને કોન ખવડાવીને સૌ છુટા પડ્યા હતા.
રવી પરીખ હળવદ
