મોરબી: શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ- મોરબી દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું. જેમા મહાન વચન સિદ્ધ સંત સદગુરુ ધ્યાની સ્વામિજીનુ સંત મંડળ પધારીને હરિ ભકતોને દર્શન, આશિર્વચન અને મહા પ્રસાદનું સુખ આપ્યું હતું.
પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનિ અસીમ કૃપાથી તથા તેમની હાજર સેવામાં રહેલા સદગુરુ ઘ્યાનિ સ્વામિજીના આશીર્વાદથી મોરબી શ્રિ ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દિવ્ય – ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શાકોત્સવની પ્રણાલિકા ખુદ ભગવાન સ્વામિનારાયણ દ્વારા શરૂ કરવામાં આવી હતી. સંપ્રદાયમાં સૌ પ્રથમ વખત ભગવાને સ્વયમ શાક વઘારીને સૌ કોઈ ભક્ત જનોને લાભ આપ્યો હતો. એ ઉત્સવનિ યાદી રૂપે દર વર્ષે શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવનું આયોજન 15/01/2023 ને રવિવારના રોજ શ્રીજી હૉલ, શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આણંદ રોકડીયા હનુમાન મંદિરના મુખ્ય કોઠારી તેમજ કણભા સ્વામીનારાયણ ગુરકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામિ સત્સંગભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે પધાર્યા હતાં.
આ ઉત્સવમાં મોરબીના કલેક્ટર જી. ટી. પંડયા તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રવીણ ભાઇ વ્યાસ તેમજ મોરબીના નામાંકીત ઉદ્યોગ પતિઓ,સમાજ શ્રેષ્ઠીઓ, ડોક્ટર, બિલ્ડર, વકીલ, એન્જિનિયર પધારી અને સભામાં અભિવૃતી કરી હતી તેમજ આજુબાજુના ગામથી હરિ ભકતોએ પધારી સંતોના દર્શન ,આશિર્વચન તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
