મોરબી: મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલ શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અંતર્ગત અંગે સેમિનાર યોજાયો હતો.
ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ સાયબર ક્રાઈમ અને ફ્રોડ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સંચાલક પ્રસાદભાઈ ગોરિયાના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના સાયબર સેલ અધિકારીઓ અમિતભાઈ સી. બાખરીયા, મનોજભાઈ ટી. લકમ, આકૃતીબેન સી. પીઠવા દ્વારા વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ — જેમ કે OTP ફ્રોડ, ફિશિંગ, UPI ઠગાઈ, લોટરી સ્કેમ, નકલી લોન/જોબ ઓફર, સોશ્યલમીડિયા છેતરપિંડી વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણોને ઓનલાઇન વ્યવહાર દરમ્યાન સુરક્ષિત રહેવા માટેની વિવિધ રીતો સમજાવવામાં આવી.
ઉપરાંત કેટલાક મહત્વના સૂચનો આપવામાં આવ્યા. જેમાં ક્યારેય અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરો, OTP અથવા બેન્ક વિગતો ક્યારેય પણ ફોન અથવા મેસેજ દ્વારા ન આપો, સત્તાવાર વેબસાઈટ અને એપ્લિકેશન જ ઉપયોગ કરો, સાયબર ગુનાની ઘટનાઓ માટે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફોન કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો, mass media એપ્લીકેશન માં ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવું.
આ ઉપરાંત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને થયેલા અનુભવો પણ રજુ કરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ વધુ જાગૃત બને. આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું જેમાં હાજર વિદ્યાર્થીઓ અધિકારીઓને સાયબર સુરક્ષા અંગેના વિવિધ પ્રશ્નો પુછ્યા અને તેમનો યોગ્ય જવાબ મળ્યો હતો અને અંતે આયોજકો તરફથી આવનારા સમયમાં વધુ જાગૃતિમૂલક કાર્યક્રમો યોજવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...