મોરબી: સતરમી લોકસભા શિયાળુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કચ્છ અને ગુજરાતને લગતા તારાંકિત અને અતારાંકિત ૧૭ થી વધુ પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ જેમાં FCI, સ્ટાર્ટઅપ, કૃષિ ને લગતા પ્રશ્નો, વિલેજ સેન્ટર પ્રેન્યોરશીપ પ્રોગ્રામ, યુરિયા વિતરણ, સુક્ષમ અને લઘુ ઔર મધ્યમ ઉધમ મંત્રી વિવાદ સમાધાન પ્લેટફોર્મ MSME વિલંબિત મામલા, હાઇપરલુપ ટ્રેન સબંધીત પ્રશ્નો રજુ કરી ભારત સરકાર ના ગ્રામીણ વિકાસ મંત્રી, વાણીજય અને ઉધોગ મંત્રી, રક્ષામંત્રી, સૂચના અને કૃષિ મંત્રી, રેલ્વે મંત્રી સહિત વિવિધ મંત્રીઓ પાસેથી જવાબો પ્રાપ્ત કર્યા હતા.
કચ્છના સાંસદએ નયા ભારત નિર્માણના સંકલ્પ સાથે આગળ વધતી કાર્યશીલ, નિર્ણાયક સરકાર તથા વિકાસશીલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી – સ્વાવલંબી અને સક્ષમ આત્મનિર્ભર ભારતનુ સુત્ર સાર્થક થઈ રહ્યું છે તેમ જણાવ્યુ હતું.
